નાગરિકતા સંશોધન બિલ કેમ જરૂરી? અમિત શાહે ગાંધીજીનો ઉલ્લેખ કરીને આપ્યો જવાબ
નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) પર રાજ્યસભા (Rajya Sabha) માં ચર્ચાનો જવાબ આપતા ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે જો દેશના ધાર્મિક આધાર પર ભાગલા ન પડત તો આ બિલ ન લાવવું પડ્યું હોત. અમિત શાહે કોંગ્રેસ પર વાર કરતા કહ્યું કે આખરે જે લોકોએ શરણાર્થીઓને જખમ આપ્યા છે તે લોકો જ હવે આ જખમોના હાલ પૂછી રહ્યાં છે. તેમણે કહ્યું કે જો કોઈ સરકાર પહેલા જ આ સમસ્યાનું સમાધાન કાઢી લેત તો આ બિલ લાવવું પડ઼્યું નહોત. જો કે આ બિલ આજે રાજ્યસભામાં ભારે હોબાળા વચ્ચે પસાર થઈ ગયું છે.
Trending Photos
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) પર રાજ્યસભા (Rajya Sabha) માં ચર્ચાનો જવાબ આપતા ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે જો દેશના ધાર્મિક આધાર પર ભાગલા ન પડત તો આ બિલ ન લાવવું પડ્યું હોત. અમિત શાહે કોંગ્રેસ પર વાર કરતા કહ્યું કે આખરે જે લોકોએ શરણાર્થીઓને જખમ આપ્યા છે તે લોકો જ હવે આ જખમોના હાલ પૂછી રહ્યાં છે. તેમણે કહ્યું કે જો કોઈ સરકાર પહેલા જ આ સમસ્યાનું સમાધાન કાઢી લેત તો આ બિલ લાવવું પડ઼્યું નહોત. જો કે આ બિલ આજે રાજ્યસભામાં ભારે હોબાળા વચ્ચે પસાર થઈ ગયું છે.
ગાંધીજીના ભાષણનો ઉલ્લેખ
ગૃહ મંત્રીએ મહાત્મા ગાંધી (Mahatma Gandhi) ના ભાષણનો ઉલ્લેખ કરતા સદનમાં આ બિલનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીએ 26 ડિસેમ્બર 1947ના રોજ કહ્યું હતું કે પાકિસ્તાનના હિન્દુઓ અને શીખ જો ત્યાં ન રહેવા માંગતા હોય તો તેઓ ભારત આવી જાય. તેમને સ્વીકારવા એ ભારત સરકારની જવાબદારી છે. તેમણે કહ્યું હતું કે ભારત સરકારની જવાબદારી છે કે તેઓને રોજગારી સહિત તમામ તકો આપે.
આઈડિયા ઓફ ઈન્ડિયા ન સમજાવો, વિદેશથી નથી આવ્યો
કોંગ્રેસના નેતાઓના ભાષણોનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું કે મને આઈડિયા ઓફ ઈન્ડિયા ન સમજાવો. અમે અહીં જન્મ્યા છીએ અને અહીં મરીશું. સાત પેઢીઓથી અહીં રહીએ છીએ. અમિત શાહે કહ્યું કે હું વિદેશથી નથી આવ્યો, અહીં જ જન્મ્યો છું.
શિવસેના પર કટાક્ષ
અમિત શાહે શિવસેના ઉપર પણ કટાક્ષ કરતા કહ્યું કે હું સ્તબ્ધ છું કે આખરે સત્તા માટે લોકો કેવા કેવા રંગ બદલે છે. હોમ મિનિસ્ટરે કહ્યું કે શિવસેનાએ લોકસભામાં આ બિલનું સમર્થન કર્યું હતું અને પછી શું થયું કે આજે તેમણે પોતાનું સ્ટેન્ડ બદલી લીધુ.
પાકિસ્તાન અને કોંગ્રેસના નિવેદનો એક જેવા
પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને ગઈ કાલે જે નિવેદન આપ્યું હતું આજે કોંગ્રેસના નેતાઓએ એવા જે નિવેદનો આપ્યાં તે એક સમાન છે. તેમણે કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક, અને આર્ટિકલ 370 પર પાકિસ્તાનના પીએમ અને કોંગ્રેસના નિવેદનોમાં કોઈ ફરક નથી. નાગરિકતા સંશોધન બિલ ઉપર પણ પાકિસ્તાન અને કોંગ્રેસના મતમાં કોઈ અંતર નથી.
કોંગ્રેસે દેશના ભાગલાની વાત કેમ સ્વીકારી હતી
દેશના વિભાજન માટે સાવરકરને જવાબદારી ઠેરવવાને લઈને શાહે કહ્યું કે આ જિન્નાહની માગણીને કારણે થયું હતું. તેમણે કહ્યું કે ભાગલા એટલા માટે પણ થયા કારણ કે કોંગ્રેસે ભાગલાની માગણી સ્વીકારી લીધી. આખરે વાત ભલે ગમે તેણે કરી હોય પરંતુ કોંગ્રેસે ભાગલાની વાત સ્વીકારી શાં માટે.
ખાસ જુઓ VIDEO...
566 મુસ્લિમોને પણ આપી છે નાગરિકતા
મુસ્લિમોને નાગરિકતાના દાયરામાંથી બહાર રાખવાના સવાલ પર શાહે કહ્યું કે તેમના માટે અલગથી નાગરિકતા માટે અરજીની જોગવાઈ છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવનારા 566થી વધુ મુસ્લિમોને મોદી સરકારે ગત 6 વર્ષોમાં નાગરિકતા આપી છે.
કેટલુ સંકુચિત છે તમારું સેક્યુલરિઝમ
હોમ મિનિસ્ટરે વિપક્ષ ઉપર જ સવાલ ઉઠાવતા કહ્યું કે અમે આ બિલમાં 6 ધર્મોને સામેલ કર્યા છે. જે પંથનિરપેક્ષતા છે. પરંતુ તમારી પંથનિરપેક્ષતાના દાયરામાં તો ફક્ત મુસ્લિમ જ આવે છે. આર્ટિકલ 14ના ભંગના આરોપનો જવાબ આપતા તેમણે કહ્યું કે અમે તેમા કોઈ ધર્મને સામેલ કરતા નથી પરંતુ લઘુમતી વર્ગની વાત છે. આ કોઈ સમુદાય નહીં પરંતુ એક વર્ગ છે.
અંધારા રૂમમાં બેસીને વિચારો બિલ કેમ જરૂરી
વિપક્ષ પર તીખો કટાક્ષ કરતા શાહે કહ્યું કે અંધારા રૂમમાં બેસીને વિચારો કે બિલ કેમ જરૂરી છે. તેમણે પોતાના ભાષણ દરમિયાન વિપક્ષી સાંસદોના હસવા પર શાહે કહ્યું કે જ્યારે તમે હસો છો ત્યારે પીડિત જુએ છે તમે તેમની મુશ્કેલીઓ પર હસો છો.
નહેરુ-લિયાકત સંધિ થઈ ફેલ
ધર્મના આધારે દેશનું વિભાજન સૌથી મોટી ભૂલ હતી. જેના કારણે આ બિલ લાવવું પડ્યું. સાવરકર અને જિન્નાનો ઉલ્લેખ કર્યો. શાહે કહ્યું કે નહેરુએ લિયાકત અલીની સાથે 8 એપ્રિલ 1950માં સંધિ કરી હતી. તે બિલનો પાકિસ્તાન તરફથી પાલન ન થતા આ બિલ લાવવાની જરૂર પડી છે.
પાકિસ્તાનમાં લઘુમતીઓ ઘટ્યા, ભારતમાં વધ્યાં
ગૃહ મંત્રીએ કહ્યું કે પાકિસ્તાનમાં સતત લઘુમતીઓ ઘટતા ગયાં. જ્યારે ભારતમાં ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સહિત તમામ મોટા પદો પર મુસ્લિમ સમુદાયના લોકોને તક મળી. આવામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, અને અફઘાનિસ્તાનના લઘુમતી શરણાર્થીઓને નાગરિકતા નહીં આપીએ તો પછી કોને આપીશું.
2015માં જ લાવ્યા હતાં બિલ, રાજ્યસભામાં અટવાયું
અમિત શાહે કહ્યું કે જે લોકોએ યાતનાઓ આપી છે તેઓ હવે જખમો અંગે પૂછે છે. તેમણે કહ્યું કે અમે એવું બિલ લાવ્યા છીએ કે જે કાયદો બનશે તો શરણાર્થીઓ ભય વગર પોતાની ઓળખ બતાવી શકશે અને કહેશે કે અમને નાગરિકતા આપો. આ બિલને બીજે ધ્યાન દોરનારું ગણાવવાના આરોપનો જવાબ આપતા શાહે કહ્યું કે અમે તેને 2015માં જ લાવ્યાં હતાં. આખરે ત્યારે અમારે તેની શું જરૂર હતી. અમે ચૂંટણી પોતાના નેતાઓના દમ પર લડીએ છીએ.
મુસ્લિમો ડર નહીં સરકાર પર ભરોસો રાખે
સિબ્બલના નિવેદન પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે તમે કહો છો કે મુસ્લિમોમાં ડર છે. અમે તો કહીએ છીએ કે દેશના ગૃહમંત્રી પર ભરોસો રાખવો જોઈએ. તેમણે કહ્યું કે આ બિલ કોઈની નાગરિકતા છીનવતી નથી પરંતુ શરણાર્થીઓને નાગરિકતા આપે છે. ભારતના મુસ્લિમોને અમે સન્માન આપ્યું છે.
મુસ્લિમો માટે જ કેમ સવાલ ઉઠાવી રહ્યાં છો
અમિત શાહે કહ્યું કે આ આશ્ચર્યની વાત છે કે બિલમાં મુસ્લિમો માટે જોગવાઈ ન હોવાનો સવાલ ઉઠાવી રહ્યા છો. તેમણે કહ્યું કે 6 સમુદાયોના લોકોને તેમા સામેલ કરાયા છે. પરંતુ તેની કોઈ પ્રશંસા કરતા નથી. તેમણે કહ્યું કે આખરે તમે જ જણાવો કે શું પાકિસ્તાન, બાંગ્લાદેશ, અને અફઘાનિસ્તાનમાં મુસ્લિમોને લઘુમતી ગણાશે ખરા?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે